Saturday, May 11, 2024
HomeGujaratમોરબીમાં ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી યુવતી ઘરેથી ગુમ 

મોરબીમાં ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી યુવતી ઘરેથી ગુમ 

મોરબીમાં ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા પરિવારની ૨૧ વર્ષીય યુવતી ઘરેથી ગુમ થઇ જતા યુવતીના ભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા જે અંગે પોલીસે ગુમસુધા નોંધ કરી શોધખોળ શરુ કરી છે.

- Advertisement -
- Advertisement -

 

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વૈભવભાઇ પ્રફુલભાઇ દેત્રોજાની ૨૧ વર્ષીય બહેન ભૂમિકા ગત તા.૨૬/૦૨ના રોજ સવારના ૭.૩૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધીમાં કોઈપણ સમયે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગયેલ હોય ત્યારે પરિવાર દ્વારા સગા-સંબંધીને ત્યાં તપાસ કરતા યુવતીની કોઈ ભાળ ન મળતા આખરે યુવતીના ભાઈ વૈભવભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા અંગેની નોંધ કરી અલગ અલગ દિશામાં શોધખોળ આદરી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!