આગામી ૧૯ એપ્રિલે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના તમામ ભુદેવોને સહપરિવાર જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ વાગ્યે ગાયત્રી મંદિર, વાઘપરા ખાતે થી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા મોરબી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને સાંજે ૦૭:૩૦ વાગ્યે શ્રી પરશુરામ ધામ ખાતે પહોંચશે. ત્યાં સાંજે ૦૭:૩૦ વાગ્યે મહાઆરતી, અન્નકૂટ તથા ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે મોરબીના તમામ ભુદેવોને સહપરિવાર ઉપસ્થિત રહી શોભાયાત્રા અને મહાઆરતીનો દિવ્ય લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









