મોરબી તાલુકાના અમરનગર ગામે પોલીસ રેઇડ દરમિયાન વરંડાની ઓરડીમાંથી ૭૨ બોટલ વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની શોધખોળ હાથ ધરાઈ છે.
મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રોહીબીશન ગુનાઓ પર લગામ લાવવા સતત પેટ્રોલિંગ કરવાના આવતું હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે અમરનગર ગામે ગણપતસિંહ બટુકસિંહ ઝાલાના વરંડામાં આવેલ ઓરડીમાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૭૨ ઇંગ્લીશ દારૂની બોટલો કિ.રૂ.૨૧,૧૯૨/- કબ્જે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો અમરનગર ગામમાં રહેતા આરોપી ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા દ્વારા ચોરી છૂપીથી વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ આરોપી રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.









