મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા રાતોરાત વધારો કરવામાં આવ્યો છે જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.હાલમાં મંદી અને ટ્રક હડતાલ સહિતની મુશ્કેલી વેઠી ધીમે ધીમે ઉભો થઇ રહેલ સિરામિક ઉધોગને ફરી પાટું પડ્યું છે. ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી જે ગેસ મેળવવામાં આવે છે તેના ભાવમાં ૪.૩૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટેક્સ સાથે પાંચ રૂપિયા જેટલો ભાવ વધારો થાય છે જેથી કરીને મોરબીની સિરામિક ટાઇલ્સની પડતર કિંમત ઊંચી થઈ જશે અને હાલમાં કેટલાક કારખાના બંધ કરવામાં આવ્યા છે આ ભાવ વધારાથી મોરબીના સિરામિક ઉધ્યોગ ઉપર મહિને ૧૦૦ કરોડથી વધુનું ભારણ વધી જશે. ગુજરાત નેચરલ ગેસમાં ભાવ વધારો તા.24 થી અમલમાં એટલે આજથી ગેસના ભાવમાં વધારો થતાં સીરામિક ઉધોગ પર મહિને 100 કરોડ નું ભારણ વધ્યું કરાર વગર ગેસ ઉપયોગ કરતા ગ્રાહકોને પ્રતિ ક્યુબીક મીટર 41.46 રૂપિયા હવે ચૂકવવા પડશે ત્રણ મહિના નો કરાર પર જે ગ્રાહકો ગેસ લઈ રહ્યા છે તેમને પ્રતિ ક્યુબીક મીટર 37.51 રૂપિયા લાગશે મોરબી સીરામીક ઉધોગ દરોજનો 70 લાખ ક્યુબીક મીટર ગેસ વપરાશ કરે છે ગેસના ભાવ વધરાથી સીરામીક ઉધોગને ફટકો પડયો. મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું