Friday, December 27, 2024
HomeGujaratમોરબીના પંચાસર ગામેં થયેલી ગરાસિયા પ્રૌઢની હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફેર તપાસનો...

મોરબીના પંચાસર ગામેં થયેલી ગરાસિયા પ્રૌઢની હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફેર તપાસનો આદેશ ર્ક્યો

મોરબીના પંચાસર ગામે દરબાર પૌઢની હત્યા કેસમાં ફાયનલ દલીલ સંમયે ફેરતપાસનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે.જેમાં મોરબી જિલ્લાના પંચાસર ગામે રીવોલ્વર તેમજ પીસ્તોલ તેમજ ડબલ બેલ હથિયારો ધારણ કરી દરબાર પંચાસરના જ સહદેવસિંહની હત્યા થઈ હતી જેમાં પોલીસ દ્વારા (૧) રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા (૨) સહદેવસિંહ બાલુભા ઝાલા (૩) નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા (૪) વિક્રમસિંહ નાથુભા ઝાલા (૫) અરવિંદસિંહ નટુભા ઝાલા (૬) હીતુભા બાલુભા ઝાલાની ધરપકડ કરાઈ હતી અને તમામ આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસે તપાસ કરી ડીસ્કવરી પંચનામાથી બે આરોપીઓ પાસેથી તેમજ અન્ય ચાર આરોપીઓ વતી લાયસન્સ વાળી રીવોલ્વર, બંધુકો, પીસ્તોલ વિગેરે કુલ-૬ કન્સે આરોપીઓ વિરૂધ્ધ હથીયારો કબ્જે કરી અને આરોપીઓ વીરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

- Advertisement -
- Advertisement -

આ કામમાં ફરીયાદ પક્ષે ફરીયાદી, ઇજા કામના સાહેદો, પંચો ડોકટર તથા એફ.એસ.એલ. અધિકારીની જુબાની લેવામાં આવેલ હતી અને ફરીયાદ પક્ષ મજબુત પુરાવો રજુ કરેલ અને કેસ પૂર્ણ થવા ઉપર હતો ત્યારે મુળ ફરીયાદીએ મોરબીની સેશન્સ જજની કોર્ટમાં આ કામ કરવમાં આવેલ ડીસ્કવરી પંચનામા તેમજ અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ ત્યારે બીજા ચાર હથિયારો ભગીરથસિંહ દ્વારા રજૂ થયેલ, આમ પીસ્તોલ, રીવોલ્વર, બંધુકો અને ડબલ બેરલ ગન વિગેરે કુલ-૬ હથીયારો રજુ થયેલ જે પૈકીના ચાર હથિયારો ભગીરથસિંહૈ કરેલા છે તે ચારેય હથીયારોની પીન તોડીને રજુ કરેલા છે અને ડીસ્કવરી થી જે હથીયારો કબ્જે કરેલ છે તેમાં પણ ચેડા થયેલા છે જેથી આ ગુનામાં પુરાવાના નાશ કરવાની કલમ ૨૦૧ નો ઉમેરો કરવાની અરજી કરવામાં આવી હતી જે મોરબી સેશન્સ જજ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

આ હુકમની સામે મુળ ફરીયાદીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરેલ જે અરજીના કામ માં ગુજરાત હાઈકોર્ટે એવો હુકમ ફરમાવેલ છે કે, આ કામમાં પોલીસ તપાસમાં થયેલ પંચનામામાં જ રજુ થયેલ હથીયારો સાથે ચેડા થયેલાનો પુરાવો હોવા કોઇ કાર્યવાહી કરેલ નથી અને કેસ ચાલતા દરમ્યાન આ હકિકત આવેલ હોવા છતાં કલમ ૨૦૧ હેઠળ સરકાર તરફથી કે કોર્ટ તરફથી કલમ ઉમેરા કરવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને કેસ ચાલતા છતાં સરકાર તરફથી કેં કોર્ટ તરફથી કલમમાં ઉમેરો કરવા કોઈ કાર્યવાહી કરેલી નથી આ કામમાં રજુ થયેલ દસ્તાવેજો જોતા પ્રથમ દર્શનીય રીતે ભગીરથસિંહ દ્વારા લાયસન્સવાળા ચાર હથિયારો રજુ થયેલ છે તેમાં ચેડા થયેલ છે, ડીસ્કવરી પંચનામાંમાં હથિયારો કબ્જે થયેલા છે તેમાં પણ ચેડાં  થયેલાનું જણાતુ હોય ફેર તપાસ જરૂરી ગણાય છે જેથી સદરહું કામમાં ડી.વાય.એસ.પી.થી નીચેના અધિકારી નહી તેમના દ્વારા તપાસ કરી આ કામમાં આરોપીએ રજુ કરનાર ભગીરથસિંહએ હથીયારો સાથે ચેડા કરેલ છે કે કેમ તેની તપાસ કરી કોર્ટમાં વહેલામાં વહેલી તકે રિપોર્ટ કરવો અને ત્યાં સુધી આ કેસની ટ્રાયલ આગળ ચલાવવી નહી તેવો હુકમ ગુજરાત હાઈકોર્ટે ફરમાવેલ છે. આ ચકચારી કેસમાં ફાયનલ દલીલના તબ્બકે આ પ્રકારનો હુકમ થતાં ચર્ચા નો વિષય બન્યો છે.

આ કામમાં મુળ ફરીયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાવતી અમદાવાદના એડવોકેટ આશીષભાઇ ડગલી તથા રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ,અશ્વિનભાઇ ગોસાઈ. નિવીદભાઇ પારેખ, નિરવભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ પટગીર, હર્ષલભાઇ શાહ, રાજેન્દ્રભાઈ જોશી સહિતના રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!