વાર્ષિક આશરે એક કરોડ ટન કોલસાનું હેન્ડલિંગ કરતા પોર્ટ નવલખીમાં હાલ માં ખુબજ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે. આ ધમધમતા નવલખી પોર્ટ માં આજ થી આશરે ૬ મહિના પહેલા ૨ મુખ્ય સ્ટિવિડોર એજન્ટ ખુબજ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા હતા જેમના નામ યુ.એસ.એલ. તથા શ્રીજી શિપિંગ કંપની હતા, પરંતુ કોઇ અકલ કારણસર યુ.એસ.એલ. તેમની તમામ મશીનરી જેવાકે બાર્જ, ફ્લોટિંગ ક્રેન, એક્સકવેટર, વગેરે નું વહેચાણ શ્રીજી શિપિંગ ને કરી દીધેલ છે અને યુ.એસ. એલ. એ તેનો તમામ કોલ હેન્ડલિંગ બિઝનેસ પણ શ્રીજી શિપિંગ ને વહેંચી નાખ્યા છે.
ત્યારબાદ યુ.એસ.એલ. એ તમામ સરકારી ખાતાઓ ને લેખિત જાણ કરી કે હવે અમે આ શિપિંગ બિઝનેસ માંથી સંપૂર્ણપને નિવૃત થઇયે છીએ જેની મંજૂરી અમોને એન.એસ.ઇ. થી તેના પત્રો તારીખ ૨૯-૦૬-૨૦૨૧ દ્વારા મેળવી લીધેલ છે. તે ઉપરાંત યુ.એસ.એલ. માં કામ કરતા અસંખ્ય કામદારો ને છટણી પત્ર પકડાવી આપી છુટા કરી દીધેલ છે છે જે પણ લેબર તથા પી. એફ. ના કાયદાની વિરુદ્ધ છે અને આ છટણી પત્ર માં પણ એવો ઉલ્લેખ કરેલ છે કે અમો પોર્ટ ની તમામ પ્રકાર ની કામગીરી માંથી નિવૃત થયે છીએ અને આ પ્રકાર ની કોઈ કામગિરી કરવાના નથી આવું કહીને અસંખ્ય કામદારો ને અને તેમના કોન્ટ્રાક્ટર ને એગ્રીમેન્ટ ની કન્ડિશન ના સમય ની નોટિસ આપ્યા વગર રાતો રાત છુટા કરી રસ્તા ઉપર લાવી દીધેલ છે.
જી.એમ.બી. ને ઉપર મુજબ સમગ્ર માહિતી લેખિત થતા મૌખિક આપવામાં આવેલ છે. તેમ છતાં પણ નવલખી પોર્ટ ખાતે કામ કરતી કંપનીઓ ને સ્ટિવિંડોરિંગ લાઇસન્સ ૦૧-૦૨-૨૦૨૨ થી રિન્યૂ ન કરી અને ૪-૨-૨૦૨૨ એ લેખિત જાણ કરવા માં આવેલ. આમ કરવા પાછળ નું કારણ કોઇ એક ખાસ કંપની ને હરીફાઇ મુક્ત બંદર કરી આપી દેવામાં આવેલ છે. યુ.એસ.એલ. કામ બંધ કરી દેવાની જાણકારી પુરાવા સાથે જી.એમ.બી. પાસે હોવા છતાં પણ તેમનો સ્ટિવિડોરેઇન્ગ લાઇસન્સ રિન્યૂ કરી આપવામાં આવેલ છે અને જેનો બેનામી ઉપયોગ અન્ય કંપની ખુલે આમ કરી રહ્યા છે.
ઉપરોક્ત કાળા કામો માટે ગુજરાત ના સૌથી સિનિયર સનદી અધિકારી, સૌથી ખુબજ વજન અને હોદ્દો ધરાવતી રાજકીય વ્યક્તિ થતા જી.એમ.બી. ના સર્વોચ્ચ અધિકારી અને અન્યો ની મિલી ભગત વિષે શિપિંગ કંપની માં ઠેર-ઠેર ચર્ચાઓ ચાલે છે. નવલખી ખાતે અન્ય સ્ટિવિંડોરિંગ લાઇસન્સ રિન્યૂ ના કરવાના, યુ.એસ.એલ. ની જેટી થતા લાઇસન્સ આંખ આડા કાન કરીને અન્ય ખાસ કંપની ને ગેરકાયદેસર ઉપયોગ કરવા દેવાના, અને બંદર માં આવેલ પ્લોટો ની ફાળવણી કોઈ ખાસ કંપની ને કરી આપવા માટે ખુબ માતબર રકમ ની લેણદેણ થઇ હોઇ તેવી ઠેર ઠેર ચર્ચાઓ ચાલે છે.કોઈ પણ જાત ની આગોતરી જાણ કર્યા વગર ૩ સ્ટિવિંડોરિંગ લાઇસન્સ રિન્યૂ ન કરવાથી તેઓને થયેલ નુકસાન અને આ પોર્ટ માં માત્ર કોઇ એક ખાસ કંપની ને મોનોપોલાઇસ કરી દેવાથી વાર્ષિક એકાદ કરોડ ટન હૅન્ડલ કરી અને ભ્રષ્ટાચાર રૂપે આપેલા રૂપિયા નું વળતર કેમ જલ્દી મેળવી લેવું તેની વિગતો હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
જેથી આ સમગ્ર મામલે હવે કોઇ સક્ષમ અને તટસ્થ અધિકારી ને આની તપાસ સોંપવામાં આવે તોજ સત્ય પ્રકાશ માં આવી શકે છે.