એક લાખ સભ્ય નોંધણી દ્વારા ભારતના 28 કરોડ જેટલા કુર્મી (કણબી) પાટીદારોની એકતા માટેની દેશ વ્યાપી ઝુંબેશ.
સ્ત્રી ભ્રૂણ હત્યાના પાપે મોટા ભાગના તમામ સમાજોમાં દીકરા અને દીકરીના જેન્ડર રેશીયામાં ઘણો બધો ગેપ છે,દીકરાની સરખામણીમાં દીકરીઓની ઘટ છે ત્યારે આ સમસ્યાથી પાટીદાર સમાજ પણ બાકી નથી,પાટીદાર સમાજમાં દીકરીઓની અછતના કારણે લગ્નવિષયક સમસ્યાઓ સર્જાઈ છે,કેટલાક રાજ્યોમાં કુર્મી દીકરીઓ પ્રમાણમાં વધારે છે, અન્ય રાજ્યોમાં પાટીદાર સમાજમાં દિકરીઓના લગ્ન માટે દહેજની પ્રથા છે તથા લગ્ન માટે ખોટા ખર્ચાઓ થાય છે,ગુજરાત પ્રદેશ કુર્મી પાટીદાર મહાસભાના આગેવાનો દ્વારા ભારતના અન્ય રાજ્યોના વ્યાપક પ્રવાસ અને પ્રચારના પરિણામે ગુજરાતના પાટીદાર યુવકોની નશા મુક્ત અને સંસ્કારી યુવકો તરીકેની સારી છબી ઊભી થયેલ છે તથા અત્યાર સુધીમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવેલી 350 વધુ પાટીદાર દીકરીઓના લગ્નો સફળ થયા છે અને દીકરીઓ સુખી છે તેથી અન્ય રાજ્યોના માતા – પિતા પોતાની દીકરીઓને ગુજરાતમાં તેમની દીકરીઓ આપવા ઈચ્છુક છે, પરંતુ આ અન્ય રાજ્યોની દિકરીઓના માતા – પિતાની મુશ્કેલી એ છે કે ગુજરાતના લગ્ન ઈચ્છુક યુવાનો જે બાયોડેટા આપે એની ખરાઈ કરે કોણ? તથા તેમને વિશ્વાસ આપવો જરૂરી હોય છે કે એની દીકરીની કાળજી રાખવાવાળું કોઈક છે એ માટે જે તે વિસ્તારના સાચા સેવાભાવી આગેવાનોની ટિમ બનાવવવી અને પાલક માતા પિતા નક્કી કરીને ભાઈબીજ, રક્ષાબંધન, સારા નરસા પ્રસંગોએ દીકરીને હૂંફ આપવી વગેરે બાબતોની ચર્ચા એમ.એ.પટેલ અધ્યક્ષ,વ્રજલાલ પરસાણા ઉપાધ્યક્ષ, જી.બી.પટેલ મહાસચિવ,એસ.એન.પટેલ મહા સચિવ,બાબુભાઈ પાનસેરિયા સચિવ,બી.આર. ચીખલીયા કારોબારી સદસ્ય,ડાયાભાઇ કે.પટેલ સચિવ પ્રચાર પ્રસાર ગુજરાત કુર્મી પાટીદાર મહાસભાના તમામ હોદેદારોએ હાજર રહી ચર્ચા કરી વિજયભાઈ સરડવાની અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજના યુવા અધ્યક્ષ અને અશોકભાઈ દેલવાડિયાને સચિવશ્રી ઈન્ટર નેશનલ પ્રચાર – પ્રસારની જવાબદારી સોંપવામાં આવેલ છે, સમગ્ર કાર્યક્રમનું આયોજન પોપટભાઈ કગથરા પ્રમુખ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ અને ડૉ.મનુભાઈ કૈલા પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવેલ,કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.