Monday, April 29, 2024
HomeGujaratપ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર ગુજરાત બનશે : ખોખરા હનુમાન ધામને આંગણે મુખ્યમંત્રીની...

પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર ગુજરાત બનશે : ખોખરા હનુમાન ધામને આંગણે મુખ્યમંત્રીની પહેલ

મોરબીના ખોખરા હનુમાન ધામને આંગણે રામકથા ચાલી રહી છે ત્યારે આ પ્રસંગે કથા શ્રવણનો લાભ લેવા રાજ્યનામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી ધાર્મિક પ્રસંગને દીપાવ્યો હતો. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું મોરબી ખાતે આગમન થયું હતું. આ તકે ગુજરાતને આત્મનિર્ભરની હરોળમાં આગળ લાવવા મુખ્યમંત્રીએ ઉપસ્થિત સર્વે ભક્તોને ગૌ માતા સાથે લાગણી રાખી અને તેના માટે કામ કરવાની તત્પરતા દાખવવા ટકોર કરી હતી વધુમા પ્રાકૃતિક ખેતી ગાય આધિરીત હોવાથી દરેક સમાજ પ્રાકૃતિક ખેતીને આવકારી પ્રાકૃતિક ખેતીના માર્ગ તરફ વાળે તેવો પણ અનુરોધ કર્યો હતો અને પ્રકૃતિ ખેતી તરફ ગુજરાત વળે તે માટે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ અવસરે કથાના મુખ્ય યજમાન અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા મુખ્યમંત્રીના હસ્તે શહીદો જવાનોના પરિવારજનોને એક -એક લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને રામ ભક્તો તથા ભાજપના સ્થાનિક આગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!