Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી ખાતે ઊર્જામંત્રીની ઉપસ્થિતિમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

મોરબી ખાતે ઊર્જામંત્રીની ઉપસ્થિતિમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

સ્પર્ધાત્મક યુગમાં ટેક્નોલોજીના આધારે યુવાઓ આગળ લાવવા સરકાર હંમેશા સહયોગી થશે – ઊર્જામંત્રી સૌરભ પટેલ

- Advertisement -
- Advertisement -

વિવિધ શૈક્ષણિક યોજનાઓ અને સુવિધાઓ આપી સરકારે વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરી છે – ધારાસભ્ય બ્રિજેશ મેરજા

રૂ.૧૨૩.૧૯ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ૯ આઇ.સી.ટી. લેબનું લોકાર્પણ, ૧૧૮.૪૫ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત ૩૮ શાળાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ૫ સરકારી પ્રાથમિક શાળાના ૧૮ ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથના સૌના વિકાસના સૌના વિશ્વાસના નિર્ધાર સાથે રાજય સરકાર સુશાસનમાં પાંચ વર્ષ નિમિતે જનહિતના વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. જે પૈકી જ્ઞાનશકિત દિન નિમિતે આજે રાજયકક્ષાએથી અંદાજે રૂ.૩૫૯ કરોડના જુદા જુદા ૧૫૧ મુખ્ય કાર્યક્રમો સહિત વિકાસના લોકાર્પણ ખાતમુહુર્ત તેમજ કોમ્પ્યુટર લેબ અને જ્ઞાનકુંજ પ્રોજેકટ, શોધ, MYSY અને નમો ઈ-ટેબલેટ વિતરણ કાર્યક્રમો યોજાઇ રહયા છે જે પૈકી આજે મોરબી જિલ્લામાં રૂ.૧૨૩.૧૯ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ૯ આઇ.સી.ટી. લેબનું લોકાર્પણ, ૧૧૮.૪૫ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત ૩૮ શાળાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ૫ સરકારી પ્રાથમિક શાળાના ૧૮ ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મોરબી એપીએમસી ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે જ્ઞાનશકિત કાર્યક્રમમાં ઉદ્દબોધન દરમિયાન જણાવ્યું કે, રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની સતત ચિંતા કરી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી યુવાઓને ક્વૉલીટી એજ્યુકેશન આપવા પર ભાર મુક્યો છે. સ્પર્ધાત્મક સમયમાં ગુજરાતનો યુવાન ક્યાંય પાછળ ન રહે, યુવા પેઢી નવા વિચાર સાથે કોઇ સ્ટાર્ટઅપ શરૂ કરે તો સરકાર તેને સહયોગી થઇ રહી છે.

સિરામીકનું હબ એવા મોરબી જિલ્લાની વીજ પૂરવઠાની માંગને પહોંચી વળવા માટે આગામી સમયમાં ૧૦૦૦ મેગાવૉટની ક્ષમતા સાથેનું પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. મોરબીની સુપ્રસિદ્ધ એલ.ઇ. કોલેજને હેરીટેજ સ્ટ્રક્ચર જળવાઇ રહે તે રીતે નવો આકાર આપવાની મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની દરખાસ્તને પ્રભારી મંત્રી સૌરભ પટેલે હકારાત્મક અભિગમ સાથે સરકાર વિચારણા કરશે તેવી હૈયાધારણા આપી હતી.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સ્માર્ટ ક્લાસ થકી ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણની દિશામાં અગ્રેસર સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણનો સતત વ્યાપ વધ્યો છે. નવી શિક્ષણ નીતિને આવકારીને ધારાસભ્યએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ધનવાન કિર્તીવાન બનવાની સાથે સાથે જ્ઞાનની સાધના કરવા પર પણ ભાર મુક્યો હતો. મોરબીની રાજાશાહી વખતની એલ.ઇ. કોલેજના રિનોવેશન અંગે માંગ કરી કોલેજનું હેરીટેજ સ્વરૂપ જાળવી રાખવા અંગે રાજ્ય સરકારને અપીલ કરી હતી. આ સાથે જ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લામાં ૬૬ કેવીના બે સબ સ્ટેશનના ખાતમૂહુર્ત, ૬ સબ સ્ટેશનના ઉદ્દઘાટન તેમજ રૂપિયા એક હજાર કરોડનું રોકાણ કરીને મોરબીની વીજળીની માંગને પૂર્ણ કરવા માટે ઉર્જામંત્રી સૌરભ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના રાજયસ્તરના જ્ઞાનશક્તિ વચ્યુઅલ કાર્યક્રમ ગાંધીનગર ખાતે સૌ જોડાયા હતા તેમજ જિલ્લાના વિવિધ મુખ્ય વિકાસ કામોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી ખાતેના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન દરમિયાન એલ.ઇ. કોલેજના આચાર્ય સૌરભભાઇ પંડ્યાએ શિક્ષણ વિભાગની MYSY, નમો ઈ-ટેબલેટ તેમજ શોધ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં લાભો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમમાં પૂર્વમંત્રી જયંતિ કવાડીયા, મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજી દેથરીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારા, મોરબી એપીએમસીના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાન્ત અધિકારી ડી.એ. ઝાલા, એલ.ઇ. કોલેજના આચાર્ય સૌરભભાઇ પંડ્યા, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ સબંધિત લાભાર્થીઓ કોવીડ-૧૯ હેઠળ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!