Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ઈન્દિરાનગરમાં અલગ અલબ બે સ્થળે જાહેરમાં જુગાર રમતા ૨ મહિલા...

મોરબી : ઈન્દિરાનગરમાં અલગ અલબ બે સ્થળે જાહેરમાં જુગાર રમતા ૨ મહિલા સહિત ૧૧ ઝડપાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ગઈકાલે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના ઈન્દિરાનગરમાં પટ્ટમાં જાહેરમાં તીનપતીનો નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતાં અબ્બાસભાઈ કરીમભાઈ ભટ્ટી, ઈલ્યાસભાઈ હાજીભાઈ મોવર, સલીમભાઈ હુસેનભાઈ મોવર, દિલાવરભાઈ આમદભાઈ મોવર, ખતીઝાબેન અબ્બાસભાઈ ભટ્ટી, સલમાબેન આમદભાઈ મોવરને રોકડા રૂ.૨૩,૮૨૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. તો અન્ય બનાવમાં પોલીસે માતાજીના મંદિર પાસે જાહેરમાં તીનપતીનો નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા સુંદરજીભાઈ ગજુભાઈ સાતોલા, અમીતભાઈ નવઘણભાઈ આત્રેસા, વિષ્ણુભાઈ ચંદુભાઈ ગેડાણી, કરણભાઈ બાબુભાઈ સાલાણી, શામજીભાઈ બાબુભાઈ વાઘાણીને રોકડા રૂ.૮૮૩૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!