મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે સાવસર પ્લોટ વિસ્તારમાંથી ચોરી કરેલ બાઈક સાથે વાંકાનેરના રીઢા બાઈક ચોર શખ્સને ઝડપી લેવાયો હતો.
મોરબી સીટી વિસ્તારમાં બનતા મિલકત સંબંધી બનતા બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એચ.એ.જાડેજાએ માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસના આધારે એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીના મોટરસાયકલ સાથે આરોપી અબ્બાસભાઇ અલ્લારખાભાઇ દલવાણી લાતીપ્લોટ શેરીનં.૨ મા હોવાની હકિકતના આધારે તાત્કાલિક તે સ્થળે જતા જ્યાંથી આરોપી હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે મળી આવ્યો હતો. ત્યારે મોટરસાયકલના કાગળો અંગે પુછતા તેની પાસે કોઈ કાગળો નહી હોવાનુ જણાવતા પોલીસે પોકેટ કોપ એપ્પથી સર્ચ કરતા આ મોટરસાયકલ મોરબી સાવસર પ્લોટ શેરી નં.૩માંથી ચોરી થયેલ મોટરસાયકલ હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપી અબ્બાસભાઇ અલ્લારખાભાઇ દલવાણી રહે.લાલપર લીંબાળાની ધાર તા.વાંકાનેરની અટક કરી હતી. સીટી એ ડિવિઝન પોલીસે આરોપી પાસેથી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં. GJ-03-JN-0331 વાળું કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ રીઢો બાઈક ચોર રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકના ૨, રાજકોટ તાલુકાના ૧, રાજકોટ ગાંધીગ્રામના ૧ તેમજ વાંકાનેર સીટી પોલીસ મથકના ૧ સહિત ચોરી તથા પ્રોહી. એક્ટ હેઠળના ગુનાનો રીઢો ગુનેગાર હોવાની વિગતો સામે આવી હતી.


                                    






