Wednesday, January 15, 2025
HomeGujaratબંધ મકાનમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ

બંધ મકાનમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ

મોરબી : હળવદ પોલીસે બાતમીના અધરર આજે હળવદના સરકારી દવાખાના વાળી ગલીમાં સિધ્ધેશ્વર મંદીરની પાછળ બંધ મકાનમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. કિશોરભાઇ મનજીભાઇ સોલગામાને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.હેડ.કોન્સ કે.એમ.સોલગામા તથા સ્ટાફના માણસો સાથે જુગાર અંગે રેઇડ કરતા હળવદના સરકારી દવાખાના વાળી ગલી સિધ્ધેશ્વર મંદીરની પાછળ આવેલ બંધ મકાનમાં આરોપી જયકુમાર કિશોરભાઈ ઠક્કર (ઉ.વ.૩૩ ધંધો.વેપાર રહે. નગર પાલીકા સામે હળવદ તા.હળવદ જી. મોરબી) વાળાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા જયકુમાર કિશોરભાઈ ઠક્કર, પંકજભાઈ મનહરભાઈ અનડકટ, લાલજીભાઈ હંસરાજભાઈ ખાવડીયા, લાલજીભાઈ બનુભાઈ રાઠોડ, હરીશભાઈ કાંતીલાલ ઠક્કર, સુનિલભાઈ હિંમતભાઈ મેર રોકડ રૂ, ૧,૦૮,૩૦૦ તથા મોબાઇલ નંગ-૦૪ કિં.રૂ.૮,૦૦૦ એમ કુલ કિં.રૂ.૧,૧૬,૩૦૦ નો મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!