Monday, May 6, 2024
HomeGujaratમોરબીમાં મની ટ્રાન્સફર પેઢીના રૂ.૧.૭૫ લાખની ચીલ ઝડપ

મોરબીમાં મની ટ્રાન્સફર પેઢીના રૂ.૧.૭૫ લાખની ચીલ ઝડપ

અજાણ્યો ઇસમ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયો

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં વધુ એક મની ટ્રાન્સફર પેઢીના રૂ.૧,૭૫ લાખની ચીલઝડપ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.અજાણ્યો ઇસમ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદી દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયા (ઉવ ૬૮ ધંધો વેપાર રહે– મોરબી-૨ કુબેર સિનેમા પાછળ ત્રાજપર ધાર વિસ્તાર તા.જી.મોરબી)વાળાએ ફરિયાદ નોંધાવેલ કે મોરબી કુબેર સિનેમા પાસે ફરીયાદી પોતાના ઘરેથી નીકળી પોતાની કેબીને જતા હતા ત્યારે રસ્તામા આરોપી અજાણ્યા ઇસમે આવી ફરીયાદીના હાથમા રહેલ કપડાની થેલી જેમા આશરે રોકડા રૂપીયા-૧,૭૫,૦૦૦ તથા કેબીનની ચાવી વાળી થેલી આચકો મારી ઝુંટવી લઇ નાશી છૂટ્યો હતો. બાદમાં ફરીયાદી પોતાની રીતે આજુબાજુમા ઘરમેળે રોકડ રૂપીયા તથા કેબીનની ચાવી વાળી થેલી ઝુંટવીને જતા રહેલ માણસ બાબતે તપાસ કરતા કયાય મળી નહી આવતા ગઈકાલે ફરીયાદી તેમના દિકરા ભરતભાઇ તથા સંબંધી તુલસીભાઇ સાથે પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!