બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાતાભેર ગામે રહેતા ભુપતભાઈ હેમુભાઈ મકવાણા (ઉં.વ.૪૨) એ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ જયદીપ માવજીભાઈ દલવાડી (રહે.જુના અમરાપર તા.હળવદ) અને દીપકભાઈ ઈશ્વરભાઈ ચાવડા (રહે. સાપકડા તા.હળવદ) વાળાએ હળવદ માર્કેટીંગ યાર્ડમાં થયેલ અકસ્માતમાં ગાડીને થયેલ નુકશાનીના વધુ પૈસા મેળવવા માટે ફરિયાદીને પીવીસી પાઈપ અને ઢીકાપાટુંનો મુંઢ માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ પોલીસ નહિ હોવા છતાં પોલીસની ઓળખ આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.