હળવદ આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ સિનિયર પોલીસ અધિકારીની ધરપકડ કરી ડીસમિસ કરવામાં આવે તેવી માંગ સાથે હળવદ પોલિસ મથકમાં લેખિત રજુઆત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ વિવિધ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા તેઓના મળતિયાઓ અને વહીવટદારો દ્વારા મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારએ આજના વહીવટી કામનો પર્યાય બની ચૂક્યો છે.
તાજેતરમાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી દ્વારા રાજકોટના વેપારી સાથે થયેલ છેતરપિંડીના નાણા આરોપી પાસેથી વસૂલી ૭૫ લાખ જેવી માતબર રકમની માંગ કરાઈ હોવાની રાવ ઉઠી છે.આ પ્રકરણમાં પીઆઇ ગઢવી વિરૂદ્ધ તપાસ નિમાઈ છે.એટલે કે મનોજ અગ્રવાલ વિરૂદ્ધ હજુ પણ કોઈ ગુનો કે એફ આર આઈ નોંધાઈ નથી.ત્યારે મનોજ અગ્રવાલ વિરુદ્ધ કાયદેશની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે હળવદ પોલીસ મથકે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું હતું. આ તકે હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, શહેર પ્રમુખ કિરીટભાઈ ભોરણીયા, સહિતના હાજર રહ્યા હતા.