Saturday, April 27, 2024
HomeGujaratહળવદ:રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં ગૂંગળામણથી મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને ન્યાયની માંગ સાથે મામલતદારને...

હળવદ:રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં ગૂંગળામણથી મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને ન્યાયની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે બે દિવસ પૂર્વે સાંજે ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું મોત નીપજ્યું હતું. જે સફાઈ કામદારને ન્યાય આપવા સમસ્ત હળવદ વાલ્મીકિ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ નજીક સમ્રાટ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન ઝેરી ગેસની અસર થતાં બે કર્મચારીઓના મોત નીપજ્યાં હતા. જેને લઇ મુત્યુ પામેલા સફાઈ કામદારને ન્યાય આપવા સમસ્ત હળવદ વાલ્મીકિ સમાજ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના નેજા હેઠળ સમસ્ત હળવદ વાલ્મિકી સમાજ દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી સફાઈ કામદારને ન્યાય આપવા તેમજ ગુજરાત રાજ્યમાં કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવા માંગ કરી હતી. અને સાધનોની અછતના કારણે ગટરમાં ગુગણામણથી બંનેના મોત નીપજ્યાનો સમસ્ત હળવદ વાલ્મીકિ સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ ભવિષ્યમાં કોઈપણ સફાઈ કામદાર સાથે આવી ઘટના ન બને તે માટે સરકારને જાણ કરવા હળવદ મામલતાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!