Saturday, April 20, 2024
HomeGujaratમોરબી અને રાજકોટમાંથી ચોરાયેલ બે ચોરાઉ કાર સાથે એક ઝડપાયો:એકની શોધખોળ

મોરબી અને રાજકોટમાંથી ચોરાયેલ બે ચોરાઉ કાર સાથે એક ઝડપાયો:એકની શોધખોળ

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી કાઇમ બ્રાન્ચની ટીમે કેટકોપ એપની મદદથી એક કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બીજી ચોરી/છાળકપટથી મેળવેલ કાર મળી બે કાર સહીત કુલ રૂ. ૮,૦૫,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડતી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ મોરબી એલ.સી.બી. પી.આઇ. તથા કે.જે.ચૌહાણ, પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ હુડાંઇ કંપનીની નંબર પ્લેટ વગરની “ઓરા ” કાર સાથે ઘવલગીરી વિજયગૌરી ગોસાઇ (રહે. રાજકોટ)ને ખાનપર રોડ ઉપરથી નંબર પ્લેટ વગરની હુડાઇ કંપનીની “ઓરા “ સાથે પકડી તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા કાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ મુદામાલની હોવાનું જણાય આવતા મજકૂરની વિશેષ પુછપરછ કરતા પોતે તથા પોતાના સાથીદાર આનંદભાઇ શાંતિલાલ ઠકકર (રહે, રાજકોટ) સાથે મળી કાર મોરબી બાયપાસરોડ, શેરે પંજાબ હોટલે ડ્રાઇવરને જમવાના બહાને કારમાંથી ઉતારી કાર ચોરી લઇ જઇ ભાગી ગયેલનું જણાવેલ તેમજ રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી એક હુડાંઇ કંપનીની “ ઓરા ” કાર ભાડેથી લઇ જવાનું કહી આજથી આશરે અઢી- ત્રણ માસ પહેલાં ગાડી લઇ ગયેલ જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખેલ હોય જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે ધવલગીરી વિજયગીરી ગોસાઇ (રહે.પરાપીપળીયા, એકતા સોસાયટી, જામનગરરોડ, રાજકોટ)ને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. તેમજ આનંદભાઇ શાંતિલાલ ઠકકર (રહે, બેડીચોકડી, રેડરોઝ હોટલ પાછળ અમૃતપાર્ક, શેરી નં-૦૧, રાજકોટ)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!