પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સ્વામીનગરનાં રહેવાસી નિલેશગીરી વિનોદગીરી ગોસ્વામી (ઉ.વ.૩૭) એ આરોપી ઈન્દુભા પરમાર (રહે. ટીડાણા) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે
ગત તા. ૧૧નાં રોજ ફરિયાદીનાં નાના ભાઈ નીતીનગીરી ઉર્ફે ડીગો વિનોદગીરી ગોસ્વામી (ઉ.વ.૩૪, રહે. રૂદ્રપાર્ક હળવદ)ને આરોપી ઈન્દુભા પરમાર (રહે. ટીડાણા) વાળાએ કોઈ પણ કારણોસર દબાણ કે ત્રાસ આપતા મરણજનાર નીતીનભાઇ ઉર્ફે ડીગો સુસાઈડ નોટ લખી બ્રાહ્મણી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે


                                    






