Wednesday, January 1, 2025
HomeGujaratહળવદ : વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, એક ફરાર

હળવદ : વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, એક ફરાર

હળવદ પોલીસે ૩૩,૬૦૦ની કિંમતનો વિદેશી દારૂ અને એક અલ્ટો કાર, મોબાઈલ સહિત ૧,૩૫,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પાંચમા શખ્સનું નામ પણ ખુલતા તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટેશન ટીકર આઉટ-પોસ્ટના તાબા હેઠળ આવતા કીડી ગામ તરફ જવાના રસ્તે અલ્ટો કાર નંબર જીજે-૧૩-એનએન-૨૨૪૩ પસાર થતા તેને શંકાના આધારે અટકાવવી તેની તપાસ કરતાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૩૩૬ ચપલા મળી આવતા કારમાં બેઠેલા મયુરભાઈ ઉર્ફે મયો માનસિંગભાઈ ઝિંઝુવાડીયા (ઉં.વ.૨૪, રહે. જોગડ શક્તિગઢ, તાલુકો હળવદ), રણજીતભાઈ કરણાભાઈ ઉધરેજા ( ઉં.વ.૨૯, રહે. ગામ જૂની કીડી, તાલુકો હળવદ), વિષ્ણુ ઉર્ફે વિશાલ ઠાકરશીભાઈ વડેચા (ઉં.વ. ૧૯, રહે. ગામ જૂની કીડી તાલુકો હળવદ) હિતેન્દ્ર ઉર્ફે હિતેશભાઈ ઉર્ફે હિતો તેજાભાઇ પરમાર (ઉ.વ.૩૩ , રહે. ગામ કીડી, તાલુકો હળવદ) વાળાની અટકાયત કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા શેરખાન નામના વધુ એક શખ્સનું નામ ખૂલ્યું હતું. ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા શખસને ઝડપી પાડવા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.પી. ટાપરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!