બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવિરાજસિંહ અભેસિંહ ઉર્ફ ચકુભા પરમાર (ઉ.વ.૨૭ ધંધો-ખેતી રહે.નવા દેવળીયા તા. હળવદ)એ આરોપીઓ સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર, મંગળસિંહ અનુભા પરમાર (રહે.બંન્ને નવા દેવળીયા તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૯ ના રોજ નવા દેવડીયા ગામે નિશાળ પાસે આરોપીઓએ ફરીયાદીના પિતા સાથે કોઇ મનદુખના કારણે ઝઘડો કરતા આરોપીઓએ લોખંડના પાઇપ વતી જમણા પગે તથા ડાબા હાથે મુઢ ઇજા કરી તથા બન્ને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો મુંઢ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદનાં આધારે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ.૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.