પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક આર. બી. ભારાઈનાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી જુગાર જેવી પ્રવૃત્તિ સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જે અંગે હળવદ પોલીસ સ્ટેશન પો.ઈન્સ. પી.એ.દેકાવાડીયાનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. પી. જી. પનારા, પો. હેડ. કોન્સ. મનહરભાઈ સદાદીયા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, મુમાભાઈ કલોત્રા, જયરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન કોયબા તરફથી હળવદ તરફ એક કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ નીકળનાર હોવાની બાતમી મળતાં હકીકત વાળા સ્થળે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે આરોપી સુખદેવસિંહ પથુભા ચાવડા/રાજપુત (ઉ.વ.૩૫, ધંધો ખેતી, રહે. કોયબા ગામ) વાળાને સફેદ કલરની એક્ષયુવી કાર નં. જીજે-૦૩-ઈસી-૯૦૭૫ માં ૬૦ બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂ (કિં.રૂ.૨૮૫૬૦/-) સાથે પકડી પાડ્યો હતો, પોલીસે આરોપી પાસેથી ૬૦ બોટલ દારૂ (કિ.રૂ.૨૮૫૬૦),મોબાઈલ ફોન નંગ-૧ (કિં.રૂ.૧૦૦૦), એક્ષયુવી કાર (કિં.રૂ. ૩ લાખ) મળી કુલ રૂ. ૩,૨૯,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.જ્યારે અન્ય બે શખ્સોનાં નામ ખુલતાં સહ આરોપીઓ ભગીભાઈ દરબાર (રહે. ભચાઉ (કચ્છ-ભુજ)), અશોક મામા દરબાર (કચ્છ-ભુજ) વાળાઓ વિરુદ્ધ પ્રોહી ગુન્હો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.