હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી લઈ જનાર ઈસમને હળવદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ગત ૫ ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાઈ હતી કે સગીર વયની દીકરીને આરોપી જીતુ ઊર્ફે જીતેશભાઈ કેરવાડીયા રહે. રાતાભેર હળવદ તાલુકા વાળો દીકરી સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં લલચાવી ફોસલાવી બદનામ કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ ગુનો કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાંથી સગીરાને ભગાડી જનાર ઇસમને હળવદ પોલીસે પકડી પાડ્યો છે. ગત પાંચ ફેબ્રુઆરીના રોજ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ફરિયાદી એ ફરિયાદ કરી હતી કે તેની સગીર વયની દીકરીને આરોપી જીતુ ઉર્ફે જીતેશભાઈ વરસીંગભાઇ કેરવાડીયા મૂળ રાતાભેર વાળો દીકરી સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં બદનામ કરવાના ઇરાદે દીકરીને ભગાડી લઈ ગયો છે. જે ફરિયાદના આધારે આરોપીને શોધી કાઢવા પોલીસ કાર્યરત હતી ત્યારે પોલીસને ખાનગી રાહે તેમજ ટેકનિકલ સોર્સ મારફતે અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી જીતુભાઈ કેરવાડિયાને હળવદ પોલીસની ટીમે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે હડમતીયા ગામની સીમમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.v