હળવદ પોલીસમથકમાં ફરજ બજાવતા પ્રવિણ પટેલ દ્વારા દારૂના ગુનામાં નામ ન ખોલવા લાંચ માંગી હતી જેમાં આ લાંચની રકમ લેતા રંગે હાથ વચેટિયો ભરત ઉર્ફે ચોટલીને એસીબી એ પકડી પાડ્યો
હળવદ પોલીસમાં ફરજ બજાવતા પ્રવિણ પટેલ દ્વારા દારૂના ગુનામાં નામ ન ખોલાવવા માટે 70 હજાર રૂપિયાની માંગણી કરી હતી બાદમાં 40 હજાર રૂપિયામાં સેટિંગ થયું હતું જે પછી ફરીયાદી એ પુરાવાના આધારે જામનગર એસીબી ટીમનો સંપર્ક કરી અને ફરીયાદ નોંધાવતા એસીબી પીઆઈ પરમારની ટીમે છટકું ગોઠવ્યું હતું એ દરમિયાન જામનગર શહેરના આઈ.ટી.આઈ ગેટ નજીકથી મોરબી જીલ્લાના હળવદના પોલીસ હેડ કોન્સ્ટેબલ પટેલભાઈ વતી 40,000ની લાંચ લેતા જામનગર એસીબી ટીમે ભરત ઉર્ફે ચોટલીને ઝડપી પાડતા મોરબી એસીબીની ટીમ દ્વારા લાંચની માંગની કરનાર હળવદના પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણ પટેલના ઘરે ઝડતી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં જામનગરના શખ્સની દારૂ પ્રકરણમાં સંડોવણી નહીં દર્શાવવા હેડ કોન્સ્ટેબલએ 70 હજારની લાંચ માંગી હતી જો કે ફાઇનલ સોદો રૂપિયા 40 હજારમાં થયો હતો જે કેસમાં જામનગર ટીમે વચેટિયાને ઝડપી લીધો છે જો કે આ પોલીસકર્મી ભૂતકાળમાં પણ એસીબીના હાથે ઝડપાઇ ચુક્યો છે ત્યારે અનેક વિવાદોમાં ફસાયેલા આરોપી પોલીસકર્મી પ્રવિણ પટેલ અને તેના વચેટિયાની ધરપકડ કરી આગળની વિધિવત કાર્યવાહી એસીબી ટીમે હાથ ધરી છે.