Saturday, April 20, 2024
HomeGujaratહળવદ : ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઈ, ચાલક ફરાર

હળવદ : ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઈ, ચાલક ફરાર

હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે ચરાડવા ગામથી ઈશ્વરનગર ગામ તરફ જવાનાં રસ્તે પાણીની કેનાલ પાસે એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નં. જીજે-૧૦-બીજી-૧૯૭૪ કિં.રૂ.૨,૫૦,૦૦૦/- વાળી રોકી તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૭૫૦ એમએલની કંપની શીલપેક બોટલો નંગ-૫૫ કિં.રૂ.૧૬,૫૦૦/-, ૫૦૦ એમએલનાં બીયરનાં ટીન નંગ-૨૪ કિં.રૂ.૨૪૦૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- મળી આવતાં પોલીસે સ્વીફ્ટ કાર, દારૂની બોટલો, બીયરનાં ટીન તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨,૭૩,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આરોપી કાર ચાલક નાશી છુટ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!