ગુજરાતમાં સૌપ્રથમ વખત એકસાથે 20 ગુજરાતી અધિકારીઓની આઈપીએસ તરીકે પસંદગી કરાઈ છે.જેમાં ગુજરાતના ૨૫ ઉચ્ચ પોલીસ અધિકારીઓને બઢતી આપીને આઇપીએસ ગુજરાત કેડરમાં સમાવેશ કરાયો છે જેમાં હળવદ તાલુકાના માથક ગામના ડો.રાજદીપસિંહ ઝાલાનો સમાવેશ થતા હળવદનું હિર આભને આંબ્યુ છે.
ડો.રાજદીપસિંહ ઝાલાને પ્રમોશન આપી આઈપીએસ કેડરનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે.ગુજરાત કેડરમાં ખાલી પડેલી 25 જગ્યાઓમાં આઈપીએસ કેડરમાં 25 અધિકારીઓની આઈપીએસ તરીકે પસંદગી કરાઈ છે એને સૌપ્રથમ વાર એકસાથે 20 ગુજરાતી અધિકારીઓ આઈપીએસ તરીકે પસંદગી પામ્યા છે. જેમાં હળવદનાં માથક ગામના વતની ડો.રાજદીપસિંહ ઝાલાની આઈપીએસ તરીકે પસંદગી થતા તેઓએ હળવદ સહીત ઝાલાવાડ નું નામ રોશન કર્યું છે.