Tuesday, September 22, 2026
HomeGujaratમોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોનો મનપા કચેરીએ વિરોધ:૨૯...

મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોનો મનપા કચેરીએ વિરોધ:૨૯ સપ્ટેમ્બર સુધીમાં કાર્યવાહી કરવા મનપા અધિકારીનો વાયદો

મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે આજે હિન્દુ સંગઠનો દ્વારા શહેરમાં ચાલતા હોવાના આક્ષેપ કરાયેલા ગેરકાયદેસર કતલખાના તથા માસ-મટનની દુકાનો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠનોના કાર્યકરોએ મનપા કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે શહેરમાં કેટલીક જગ્યાએ નિયમો વિરુદ્ધ માસ-મટનની દુકાનો તથા કતલખાનાઓ ચાલી રહ્યા છે, પરંતુ તેમની સામે પૂરતી કાર્યવાહી કરવામાં આવતી નથી. સંગઠનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે શાકાહારી હોટલો તથા અન્ય ખાદ્ય વ્યવસાયોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે માસ-મટનની દુકાનો અને કતલખાનાઓમાં પૂરતું ચેકિંગ થતું નથી.

વિરોધ દરમિયાન મનપાના ડેપ્યુટી કમિશનર સાથે રજૂઆત કરવામાં આવી હતી. મનપા ડેપ્યુટી કમિશનર દ્વારા 29 સપ્ટેમ્બર સુધીમાં ગેરકાયદેસર માસ-મટનની દુકાનો તથા કતલખાનાઓ સામે કાર્યવાહી કરી બંધ કરાવવાની ખાતરી આપવામાં આવતા હાલ મામલો થાળે પડ્યો હતો.હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે 29 સપ્ટેમ્બર સુધીમાં મનપા દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!