Thursday, December 26, 2024
HomeGujaratહળવદના સુર્યનગરના "રવેશ"ને જિલ્લા સંગઠનમાં હોદ્દો ન મળતા હાંસીયામાં ધકેલાયો

હળવદના સુર્યનગરના “રવેશ”ને જિલ્લા સંગઠનમાં હોદ્દો ન મળતા હાંસીયામાં ધકેલાયો

મોટી મોટી સાંખી મારતા “રવેશ”ને મહામંત્રી ન બનાવાતા ભુરાટા થયા

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં હળવદ તાલુકાના સુર્યનગરના કહેવાતા નેતાને કોઇ જ સ્થાન ન મળતા ભુરાટા થયો છે. તો હવે ભાજપમાં કામ ન કરવુ હોય તેમ વિલા મોએ પંથકના ચોક્કસ વિસ્તારમાં ફરી રહ્યો છે ત્યારે સત્તાના ભુખ્યા કહેવાતા આ નેતાની ભાજપના આગેવાનો સહિત લોકો પણ અવગણના કરી રહ્યા છે.

જિલ્લાના હોદેદારોના નવા સંગઠન માળખા જ્યારે જાહેર નહોતા થયા ત્યારે હળવદ તાલુકાના સુર્યનગરના સાંખીબાજ એવા રવજીભાઈ દલવાડી એ કહ્યું હતું કે, “મારે મહામંત્રી બનવાનુ છે એવી રજુઆત કરી હતી” પરંતુ મહામંત્રી પદે રવજીભાઇને લાયક ન ગણી મહામંત્રી હળવદના રણછોડભાઇ દલવાડીને બનાવ્યા છે ત્યારે રવજીભાઇ રીસાઇ ગયા છે, જોકે સત્તા ભુખ્યા નેતાને ભાજપમાં મનામણા કરવામા નથી આવતા છતાંય આ નેતા હજુ પણ હવાતિયાં મારતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ હવે આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ચરાડવા સીટની ટીકીટ માટે રવજીભાઇએ પહેલાથી જ માંગણી કરી દિધી છે પરંતુ ચરાડવા સીટ પર બળદેવભાઇ સોનાગ્રાનુ સારુ એવુ વર્ચસ્વ જોવા મળી રહ્યુ છે પરંતુ આજ કારણે આ સીટ પર રઘવાયા થયેલા નેતા રવજીભાઈને “ગળે દાળ” ઉતરે તેમ લાગતું નથી ! તો સાથે જ ચરાડવા સીટ પર સારી છબી ધરાવતા પદાધિકારીની જરૂર હોવાથી લોક માંગ પણ છે ત્યારે રવજીભાઇની ટીકીટની માંગ પૂર્ણ થાય તેવા કોઇ આસાર હાલ વર્તાતા નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!