માળીયા પોલીસે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી ધારક વિરુદ્ધ ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ મુજબ ગુન્હો નોંધ્યો
માળીયા : માળીયા મિયાણા ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી બિભિત્સ વિડીયો મેન્સન કરી મેસેજમાં ગાળો આપનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તા.7મે થી તા.16 મે દરમિયાન બિભિત્સ આઈડીમાંથી બિભિત્સ ફોટો, વિડીયો મેન્શન કરી અજાણ્યા ઈસમ દ્વારા આ યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મેસેજ કરી બિભત્સ ગાળો આપી તેમજ ન્યુડ વીડીયો દ્વારા ઇન્સ્ટાગ્રામમા મોકલી તેમજ સોસીયલ મીડીયા દ્વારા હેરાન પરેશાન કરતા આ મામલે માળીયા પોલીસ મથકમાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે માળીયા પોલીસે યુવતીની ફરિયાદને આધારે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૫૪(ડી) તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬(સી), ૬૭, ૬૭(એ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.