મોરબીમાં લાંબા સમય પછી આજે એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જેને લઈ હવે આરોગ્ય તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ આજે મોરબી તાલુકાના 04 દર્દીઓ સ્વસ્થ થતા તેઓનુ કોરોના ટેસ્ટ કરી નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ હવે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 10 થી પણ ઓછી એટલે કે, 9 પર પહોંચી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં આરોગ્ય તંત્ર દ્વારા 322 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે.