Sunday, April 28, 2024
HomeGujaratહળવદ બ્રહ્મ સમાજનું ગૌરવ અને રાજકોટની ફિઝિયોથેરાપી કોલેજના પ્રોફેસર હેમાંગ જાનીએ પીએચડી...

હળવદ બ્રહ્મ સમાજનું ગૌરવ અને રાજકોટની ફિઝિયોથેરાપી કોલેજના પ્રોફેસર હેમાંગ જાનીએ પીએચડી પદવી પ્રાપ્ત કરી

હળવદ બ્રહ્મ સમાજનું ગૌરવ એવા મૂળ હળવદીયા અને હાલ રાજકોટ સ્થિત શ્રી હરિવંદના ફિઝિયોથેરાપી કોલેજના પ્રોફેસર હેમાંગ જાનીએ પીએચડી પદવી પ્રાપ્ત કરી છે. તે બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી થઈ છે. સને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી મહાદેવ પાસે પ્રાર્થના પણ કરાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

શ્રી હરિવંદના ફિઝિયોથેરાપી કોલેજ મુંજકા રાજકોટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ( પ્રોફેસર) તરીકે ફરજ બજાવતા ડો.હેમાંગ સુધાકરભાઇ જાનીએ તૈયાર કરેલા ” મહા શોધ નિબંધ ” A Study to Compare The Effectiveness Of Altrnative Nostrils Breathing And Slow Deep Breathing On Physical fintness, Pulmonary Function, Smoking Urges and Quality of life in Male Sedentar Smokers (વૈકલ્પિક નસકોરાના શ્વાસ અને ધીમા ઊંડા શ્વાસની અસરકારકતાની તુલના કરવા માટેનો અભ્યાસ શારીરિક ચુસ્તતા, પલ્મોનરી ફંક્શન, ધૂમ્રપાનની વિનંતીઓ અને પુરુષ સેડેન્ટર ધૂમ્રપાન કરનારાઓમાં જીવનની ગુણવત્તા પર)ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટે માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય એમને રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજના પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર ગૌરવ ધ્રુવા અને જામનગર સરકારી ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર દિનેશ સોરણીના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું છે. હળવદ ખાતે તેમના પિતા નિવૃત સરકારી શિક્ષક તેમજ લેખક, કવિ અને પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. હળવદની જનતા વતી ડોક્ટર હેમાંગ જાનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!