Wednesday, August 19, 2026
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ પર હિટ એન્ડ રનઃ રિક્ષાની ઠોકરે યુવકને માથામાં હેમરેજ

મોરબીના લખધીરપુર રોડ પર હિટ એન્ડ રનઃ રિક્ષાની ઠોકરે યુવકને માથામાં હેમરેજ

નાઈટ ડ્યુટી ઉપર પગપાળા જતા બે શ્રમિકો પૈકી એકને પાછળથી રિક્ષાએ અડફેટે લીધો: અકસ્માત બાદ રિક્ષાચાલક વાહન લઈને ફરાર

- Advertisement -
- Advertisement -

મોરબીના લખધીરપુર ગામ અને સોરીસો ચોકડી વચ્ચે જૂના લેક્સીસ કારખાના સામે નાઈટ ડ્યુટી ઉપર જઈ રહેલા યુવકને અજાણ્યા રિક્ષાચાલકે પાછળથી ઠોકર મારતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. યુવકને પ્રથમ સમર્પણ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, મોરબીના લખધીરપુર ગામે ભાડેના મકાનમાં રહેતા અને મૂળ પાન્ડેય ડીહ ગામ જી.ગોંડા રાજ્ય ઉતરપ્રદેશના વતની ફરિયાદી સુનિલકુમાર રામબહાદુર પાંડે ઉવ.૪૦એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૫/૦૮/૨૦૨૬ના રોજ તેઓ અને તેમની સાથે રહેતા શોભનાથ રામલખન તિવારી નાઈટ ડ્યુટી માટે લખધીરપુર ગામથી કઝારીયા વિટ્રીફાઈડ કારખાને પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે લખધીરપુર ગામ અને સોરીસો ચોકડી વચ્ચે જૂના લેક્સીસ કારખાના સામે પહોંચતા પાછળથી અજાણ્યા રિક્ષાના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી શોભનાથને પાછળથી ઠોકર મારી હતી. અકસ્મતમાં શોભનાથ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. અકસ્માત સર્જી રિક્ષાચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. ઇજાગ્રસ્તને પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માથાના ભાગે હેમરેજ હોવાનું જણાતા વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણ્યા રિક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!