Thursday, June 18, 2026
HomeGujaratજેતપર ગામે હીટાચી મશીન સળગાવ્યું, ૧૪ લાખનું નુકસાન

જેતપર ગામે હીટાચી મશીન સળગાવ્યું, ૧૪ લાખનું નુકસાન

બોલેરોમાં આવેલા પાંચથી છ અજાણ્યા શખ્સોએ ડ્રાઇવરને ધમકાવી પેટ્રોલ છાંટી મશીનમાં આગ ચાંપી, તાલુકા પોલીસમાં ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં ખેતતલાવડીના કામ માટે રાખવામાં આવેલા હીટાચી મશીન પર અજાણ્યા પાંચથી છ શખ્સોએ હુમલો કરી તોડફોડ બાદ પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. ઘટનામાં હીટાચી મશીનના મોટાભાગના પાર્ટ્સ સળગી જતા રૂ.૧૪ લાખ જેટલું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબીમાં અવની રોડ ઉમા પાર્ક સોસાયટી ગુંજન હોમ્સ ફકેટ નં.૧૦૨માં રહેતા મૂળ ઘુંટુ હરિનગરના વતની અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મહેશભાઈ દામજીભાઈ પરેચા ઉવ.૪૭ની માલિકીનું વોલ્વો બીએલસી-૨૧૦ મોડેલનું હીટાચી મશીન જેતપર-દેવળીયા રોડ પર આવેલા ખેતરમાં કામ માટે મુકવામાં આવ્યું હતું. ગત ૧૫ જૂનની મોડી રાત્રે નંબર પ્લેટ વગરની બોલેરો ગાડીમાં આવેલા પાંચથી છ અજાણ્યા શખ્સો હીટાચી મશીન પાસે પહોંચ્યા હતા. શખ્સોએ ડ્રાઇવર સલામુદ્દીન જાનમહમદને ગાળો આપી લાકડાના ધોકાથી મશીનમાં તોડફોડ શરૂ કરી હતી. જે બાદ આવેલ શખ્સોએ પેટ્રોલ છાંટી હીટાચી મશીનને આગ ચાંપી દીધી હતી. આગચંપીમાં હીટાચી મશીનના મોટાભાગના પાર્ટ્સ સળગી જતા મશીનને આશરે રૂ.૧૪ લાખનું નુકસાન થયાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે મશીન માલીક મહેશભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી પાંચથી છ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!