વર્લ્ડ એઈડ્સ ડેની ઉજવણીના ભાગરૂપે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એમ. કતિરા તથા જિલ્લા ક્ષય અધીકાર ડૉ. ડી વી. બાવરવાના માર્ગદર્શન હેઠળ ટી.બી. તથા એચ.આઈ.વી. દર્દીઓને પોષણક્ષમ આહાર માટે ન્યુટ્રીશ્યિન કીટ આપવામાં આવી હતી.
હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કીટ વિતરણ માટે દર્દીઓને તેમના ઘરે જઈ આ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એચ.આઈ.વી. વાયરસનો ચેપ ન લાગે તે માટે સાવચેતી રાખવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઑડીનેટર પિયુષ જોષી તેમજ હેલ્થ વિઝીટર કલ્પેશ પાટડીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.