Thursday, March 28, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદના નારોલમાંથી ઘોડા ડોકટર ઝડપાયો : દવા, ઇન્જેક્શન સહિત પાંચ હજારનો મુદ્દામાલ...

અમદાવાદના નારોલમાંથી ઘોડા ડોકટર ઝડપાયો : દવા, ઇન્જેક્શન સહિત પાંચ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

અમદાવાદના નારોલ વિસ્તારમાં ડીગ્રી વગર દવાખાનું ખોલી છેલા એકાદ વર્ષથી માનવ આરોગ્ય સાથે ચેડા કરતા પરપ્રાંતીય ઘોડા (નકલી) ડોકટરને દબોચી લઈ નારોલ પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત મુજબ નારોલ શાહવાડી જવાના રસ્તા ઉપર બની બેઠેલ ડોકટર દવાખાના નામે દુકાન ખોલી કાળી કમાણી કરી જનઆરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાનો પોલીસને કોલ મળતા પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી જ્યાં કોલ કરનાર નિધીબેનને મળી વાતચીત કરતા એક શખ્સે સ્થાઇ નામનું દવાખાનુ ચલાવી દવાખાનામાં એલોપેથીક દવાઓનો જથ્થો રાખી બીમાર દર્દીઓને સારવાર આપે છે તે અંગેની જાણકારી મળી હતી આથી પોલીસે આરોપી હરીદાસ ઠાકુર (રહે ,માન.એપ ૦૩ ભાગવત ઇલીગન્સ એઆઇએમ સ્કુલની પાસે નારોલ અમદાવાદ, મુળ વતન કલકત્તા રાજ્યપશ્ચિમ બંગાળ) ઝડપી લીધો હતો.

જે છેલ્લા એકાદ વર્ષથી માનવ જીંદગી જોખમાઇ એ રીતે ડોકટર પ્રેક્ટીસ કરતો હોવાનું ખુલતા પોલીસે દવાખાનામાં એલોપેથીક તેમજ આર્યુવેદીક દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓની સારવાર કરવા અંગે કોઇ આધાર કે કોઇ ડોકટર ડીગ્રી માંગતા તેની પાસે ડીગ્રી ન હોવાનું ખુલ્યું હતું. જેને લઈને પોલીસે ઇન્જેકશન, નીડલ તથા જુદી જુદી કંપનીઓની દવાઓ તેમજ સીરપ બોટલ તેમજ ટેબ્લેટની બોટલ મળી કુલ્લે કિં.રૂ ૫૮૭૪ ની વિલાયતી દવાઓનો જથ્થો કબ્જે કર્યો હતો.પોલીસે આરોપી વિરૂદ્ધ ધી ઇ.પી.કો કલમ ૩૩૬ તથા ધી ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૩ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પીઆઇ એસ.એ.ગોહિલ,ચંદુભાઇ વેલાભાઇ, ગેલાભાઇ ભોપાભાઇ, લાલાભાઇ ગભરૂભાઇ, હરપાલસિંહ ભરતભાઇ, અલોર પ્રદિપસિંહ નારસંગભાઇ સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!