Thursday, May 9, 2024
HomeGujaratમોરબીમાંથી જુગાર રમતી કુકીબેન, કાશીબેન સહિત ત્રણ મહિલા ઝડપાઇ

મોરબીમાંથી જુગાર રમતી કુકીબેન, કાશીબેન સહિત ત્રણ મહિલા ઝડપાઇ

મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલાઓને ઝડપી લીધી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના ત્રાજપર ખારી ખાતે આવેલ રામજી મંદીર વાળી શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર ચાલતો હોવાની પોલીસને જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં રેઇડ દરમીયાન જુગાર રમતી કુકીબેન લખમણભાઇ સીરોહીયા (ઉ.વ.૪૮ રહે- ચોરાવાળી શેરી ત્રાજપર ખારી મોરબી) અને મંજુબેન ધીરૂભાઇ રાઢોડ (ઉ.વ.૫૨ રહે- રામકુવા પાસે ત્રાજપર ખારી મોરબી) તથા કાશીબેન લવજીભાઇ સુરેલા નામની ત્રણ મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ હતી આથી પોલીસે
જુગારનું સાહિત્ય, રોકડ રૂ.૧૫૦૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!