ગ્રીન સ્કૂલ બનેલી મેરૂપર શાળા એ મોરબીનું ગૌરવ વધાર્યું
મોરબી. કોરોના કાળમાં લોકો ઓક્સિજન માટે વલખાં મારતા હતા ત્યારે સૌને સતત ઓકિસજન પૂરું પાડતા વૃક્ષોનું મહત્વ સમજાયું અને લોકો અનેક જગ્યા એકી સાથે અનેક વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરી રહ્યા છે ત્યારે દર વર્ષે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે આ દિન નિમિત્તે આઇ.આઈ.ટી. ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતની શાળાએ વિકસાવેલી ફૂલવાડી, હરિયાળીના ચાર ફોટો વોટ્સ એપના માધ્યમથી ઓનલાઇન મંગાવ્યા હતા જેમાંથી ઉત્તમોત્તમ પાંચ ફોટો એટલે કે Best – 5 બગીચાવાળી સ્કૂલને પ્રોત્સાહિત કરવા ઓનલાઇન સ્પધાઁ યોજેલ જેમા હળવદ તાલુકાની મેરુપર પે.સે શાળાએ ઉપર મુજબના ફોટો મોકલી ભાગ લીધેલ ગુજરાતની ઘટાદાર અને સુંદર બગીચા ધરાવતી શાળાના top 5 photoes મા મેરુપર પે.સે શાળા પસંદગી પામી છે.મેરુપર પે.સે શાળાના ઉપરોક્ત ૪ ફોટો top five મા સ્થાન પામેલ છે. એટલે કે ગાડઁન એરિયા ધરાવતી ગુજરાતની ટોપ ૫ શાળામા મેરુપર પે.સે શાળા આઈ.આઈ. ટી.ગાંધીનગર દ્વારા પસંદગી પામીને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે,