મોરબીમાં કેટલાય વિસ્તારમાં હોર્ડીગ્સ પડ્યા તથા વૃક્ષો ધરાશાય થયાં : કંટ્રોલ રૂમથી થઈ રહ્યું છે પરિસ્થિતિનું સતત મોનિટરીંગ
મોરબીમાં ટાઉતે વાવાઝોડા ની અસર મોરબીમાં જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલ રાતથી પવન સાથે સતત વરસાદ ચાલુ થઈ ગયો છે તો કેટલાય વિસ્તારમાં હોર્ડીગ્સ પડવા તથા વૃક્ષો પણ થયા ધરાશાય થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મોરબીમાં તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પડેલા હોર્ડીગ્સ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.