રાજકોટમાં ઉદ્યોગપતિ અને સીનીયર એડવોકેટ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં કુલ 7 લોકો સામે ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ ચકચારી આત્મહત્યા કેસ માં અમદાવાદના 5 અને રાજકોટના 2 આરોપીઓ એમ એમ પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેત, દિપક મણિલાલ પટેલ,પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ તથા પ્રકાશ ચંદુલાલ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ કેસ માં આરોપી તરફ મોરબી બાર એસોસિએશન ના કોઈ વકીલ કેસ નહિ લડે એવો નિર્ણય મોરબી બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અગાઉ રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ આરોપીઓ તરફ આ પ્રકાર નો નિર્ણય લેવામાં આવેલ છે.
અત્રે નોંધનીય છે કે આ ચકચારી આત્મહત્યા કેસ માં ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ દ્વારા એક SITની રચના કરી આ મામલા ની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ SITમાં ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, એક પીઆઇ તથા એક પીએસઆઇ ને નિયુક્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચલાવવામાં આવી રહી છે .