Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીના બેલા (આમરણ) ગામે જૂની અદાવતમાં મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના બેલા (આમરણ) ગામે જૂની અદાવતમાં મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

મારમારીનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના જૂના બેલા ગામ (આમરણ) ગામે રહેતા આદમ ઉર્ફે ફાંગો આમદભાઇ (ઉં.વ.૩૨) એ આરોપીઓ હૈદર હસનભાઇ કટીયા, રફિક ઉર્ફે ભોલીયો હસનભાઇ કટીયા, હનીફભાઇ મુસાભાઇ કટીયા, હાસમભાઇ ઉર્ફે બાબુભાઇ કટીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૩૦ ના રોજ બેલા ગામના પાછળના ભાગે આવેલ મહાદેવના મંદિર પાસે આમરણ નજીક આરોપીઓએ ફરીયાદી સાથે જૂની અદાવત બાબતે ખાર રાખીને ફરીયાદીને ડાબા હાથમાં તથા ફરીયાદીના ભાઇ કાસમ આમદભાઈ જામને માથાના ભાગે તેમજ હાથના ભાગે દાતરડું તથા લાકડીઓ વડે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

તો સામાપક્ષે હાસમભાઇ ઉર્ફે બાબુભાઇ જીવાભાઇ કટીયા (ઉ.વ.૫૫) એ આરોપીઓ આદમ આમદભાઇ જામ, કાસમ આમદભાઇ જામ, નુરમોહમદ ઉર્ફે કચકડો આમદભાઇ જામ, હેદર આમદભાઇ જામ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી સાથે જૂની અદાવત બાબતે ખાર રાખીને ફરીયાદીને માથાના ભાગે લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હોય તેમજ સાહેદોને મુઢંમાર માર્યો હતો. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!