Thursday, May 2, 2024
HomeGujaratહળવદમાં પૈસાની લેતી-દેતી મામલે યુવકને લોખંડના પાઇપથી ફટકારવામાં આવ્યો

હળવદમાં પૈસાની લેતી-દેતી મામલે યુવકને લોખંડના પાઇપથી ફટકારવામાં આવ્યો

હળવદમાં દસ હજાર રૂપીયાની લેતી-દેતી મામલે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરાતા ચકચાર મચી હતી. આ હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના વાણીયાવાડ ખાતે રહેતા અને સર્વિસ સ્ટેશન ચલાવતા ચિંતનભાઇ જીતેન્દ્રકુમાર રાવલ નામના યુવકે તેના નાતીલા ભાઇ પીયુસભાઇ ચીમનભાઇ સચાણીયા પાસેથી દસ હજાર રૂપીયા ઉછીના લીધેલ હોય જે પૈસાની ઉઘરાણી કરવા રૂપિયાનો હવાલો લઈ પીયુસભાઇ ચીમનભાઇ સચાણીયા નામના શખ્સે ફરિયાદી ચિંતનભાઇને જેમ ફાવે તેમ ગાળો આપતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ પીયુસભાઇએ હોન્ડામાથી લોખંડનો પાઇપ કાઢી ફરિયાદીને પાઇપના એક બાદ એક ત્રણ ઘા મારતા ચિંતનભાઇ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અને સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!