Monday, January 27, 2025
HomeGujaratહળવદ અને વાંકાનેર તાલુકામાં વરલીના આંકડા સહિતનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

હળવદ અને વાંકાનેર તાલુકામાં વરલીના આંકડા સહિતનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા બે સ્થળોએથી વરલીના આંકડા અને નોટોના નંબર ઉપર એકી બેકીનો જુગાર રમતા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના માથક ગામે ચુપણી રોડ પર આવેલ તકદિર પાન પાસે આરોપી અબ્બાસભાઇ ઇશાભાઇ ચિચોદરા (ઉ.વ.૫૦) ને હળવદ પોલીસે વર્લી ફીચરના આંકડા લઈ જુગાર રમાડતો ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી વર્લીના આંકડા લખેલ સાહીત્ય તથા રોકડા રૂપીયા ૯૫૬૦ અને એક મોબાઇલ કિ.રૂ.૨૦૦૦મળી કુલ રૂપીયા ૧૧૫૬૦ના મુદામાલ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય એક કેસમાં વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર આવેલ રીચ કારખાના પાસેથ નોટોના નંબર ઉપર એકી બેકીનો જાહેરમા જુગાર રમતા મહેન્દ્રભાઇ રામપ્રસાદભાઇ માલવી (ઉ.વ-૨૫) રહે. હાલે-માટેલ રોડ બોન્જા સીરામીક તા-વાંકાનેર, મૂળ એમ.પી, અને ભગવાનસીંગ બાબુલાલભાઇ ખીચી (ઉ.વ-૩૦) રહે. હાલ-માટેલ રોડ બોન્જા સીરામીક તા-વાંકાનેરવાળાને રોકડ રૂ.૬૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે બન્ને વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!