હળવદ ના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તાર માં હડકાયા કુતરા એ આતંક મચાવ્યો છે અને રસ્તે ચાલતા રાહદારી તેમજ આજુ બાજુ ના રહેવાસીઓ થઇ ને કુલ 20 કરતા વધુ લોકો ને બચકા ભરી લેતા ભય નો માહોલ સર્જાયો હતો .આ કુતરા ના ભય ને લઈ ને લોકો પોતાના જરૂરી કામે જવાનું પણ ટાળી રહ્યા છે.ભોગ બનનાર લોકો ને હળવદ માં પ્રાથમિક સારવાર આપી ને વધુ સારવાર મળે સુરેન્દ્રનગર અને મોરબી સરકારી હોસ્પિટલ એ રીફર કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા આ કુતરા ને પકડવામાં આવે એવી લોકો માંગણી કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ માસ અગાઉ વાંકાનેર ના પંચાસિયા ગામ ના આધેડ નું કૂતરું કરડ્યા ના 3 મહિના પછી હડકવા ઉપડતા મોત નીપજ્યું હતું જોકે આધેડ એ હડકવા ની સારવાર કરવામાં બેદરકારી દાખવવા થી મોત થયું હતું. આવા બનાવો બન્યા પછી તંત્ર ની સાથે પ્રજા એ પણ સારવાર પ્રત્યે જાગૃત રહેવું અનિવાર્ય છે.