હળવદ લક્ષ્મીનારાયારણ ચોકમાં ફરિયાળનું સમાધાન કરવાની ના પડતા બે શખ્સોએ યુવાનને સહિત બે વ્યક્તિઓને ધોકાવી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદને પગલે હળવદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર નિકુંજભાઈ રાજેશભાઈ શેઠ (ઉ.વ.૨૬ રહે. હળવદ સોનીવાડ તા.હળવદ જી.મોરબી)ના કાકા હિતેશભાઈ હિમતલાલે કરેલ ફરીયાદ બાબતે આરોપીઓ સમાધાન કરવા માંગતા હોય અને રૂપીયા દસ લાખ પાછા અપાવા માંગતા હોવાથી આરોપી જનકભાઈ પ્રભુભાઈ રબારી અને જનકભાઈ કાકાના દિકરો જયદિપભાઈ રબારી (રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ તા. હળવદ)એ
સમાધાન કરાવાનુ કહ્યું હતું પરંતુ નિકુંજભાઈએ સમાધાન કરાવાની ના પાડતા લક્ષ્મીનારાયારણ ચોકમાં આરોપી જનકભાઈ રબારીએ ગાળો ભાંડી હતી અને લાકડના ધોકા વડે માર માર્યો હતો તેમજ આરોપી જયદિપભાઈએ નિકુંજ તથા સાહેદ ભાર્ગવને ગાળો ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ અંગેની ફરિયાદને લઈને પોલીસે બને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.