મોરબીમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. અને આવા અસામાજિક તત્વો શહેર અને જિલ્લાની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે ગત તા.૨૨/૧૦/૨૦૨૨ ના રોજ એક સમાજ દ્વારા સ્ક્રેપના ધંધાર્થીને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની લગધીરવાસ ચોકમાં આવેલ જવેરી શેરીમાં રહેતા સ્ક્રેપના ૧૮ વર્ષીય ધંધાર્થી આર્યન ઈમરાનભાઈ માડકિયાને GJ-૩૬-A -૮૮૧૮ એક્ટીવા ચાલક સાગર સાથે કોઈ કારણસર માથાકૂટ થતા સાગર નામના શખ્સે આર્યનને લાકડાના ધોકાથી ડાબી આંખની બાજુમાં ફટકો મારી ઈજા પહોંચાડી હતી તેમજ શરીરે મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે સ્ક્રેપના ધંધાર્થીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.