વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જાગૃતિબેન અશ્વિનભાઈ સરાવાડીયા (ઉ.વ.૧૨) વાળા પરિણીતા એ ગત. તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન રાત્રીના સમયે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેના કારણે તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ પો.હેડ કોન્સ્ટેબલ જે.જી.ઝાલા ચલાવી રહયા છે.