Friday, March 29, 2024
HomeGujaratમાળીયા મિયાણા પોલીસ મથકમાં ફરી એક વાર દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઈ:ડ્રોનથી કાર્યવાહી કર્યા...

માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરી એક વાર દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઈ:ડ્રોનથી કાર્યવાહી કર્યા બાદ ફરી ભઠ્ઠી ધમધમી ઉઠી

માળીયા મિયાણા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઓ ઝડપાવાના બનાવ અવાર નવાર સામે આવી રહ્યા છે અને થોડા દિવસો પહેલા પણ મોરબી જિલ્લા પોલીસ ની ૧૦૦ જેટલા જવાનોની ટીમોએ ડ્રોન વડે ભઠ્ઠીઓ શોધી કાઢી ને કાર્યવાહી કરી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ત્યારે આ કાર્યવાહી બાદ આ વિસ્તારમાં ફરીથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી ઉઠી છે જેમાં વધુ એક ભઠી ઝડપાઇ છે. માળીયા મિયાણા ત્રણ રસ્તા પાસે રહેણાંક મકાનના પાછળ ના ભાગે ભઠી ઝડપાઈ હતી જેમાં ગરમ આથો ૬૦ લીટર ,ઠંડો આથો ૨૦૦ લીટર ,અને ૧૫ લીટર દેશી દારૂ ભરેલ કેન તેમજ અન્ય સાધનો મળી કુલ રૂ.૮૨૦ નો મુદામાલ કબ્જે કર્યો છે જ્યારે ભઠી સંચાલક મહિલા બુટલેગર જેનાબેન અકબરભાઈ મોવર સ્થળ પર હાજર મળી ન આવતા તેને શોધી કાઢવા માળીયા મિયાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!