Saturday, October 5, 2024
HomeGujaratમોરબીમાં મોહરમના દિવસે યુવકની હત્યા કરનાર 2 શખ્સ ઝડપાયા

મોરબીમાં મોહરમના દિવસે યુવકની હત્યા કરનાર 2 શખ્સ ઝડપાયા

બાઈક વ્યવસ્થિત પાર્ક કરવા મુદે કહેતાં ઝઘડો કરી હત્યા થયાનું ખુલ્યું

- Advertisement -
- Advertisement -

મોરબીમાં મુસ્લિમ બિરાદરો ઠેરઠેર મહોરમ પર્વની ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન જોન્સનગર વિસ્તારમાં લાતી પ્લોટ નજીક આવેલ એક છબીલ પાસે ઉભેલા અરૂણોદય નગરમાં રહેતા ઈરાન હાજીભાઈ ખોડ નામના યુવાને બાઇકમાં આવેલ ફરીદ સાઈચા અને ઈમ્તિયાઝ ભટ્ટીને બાઈક વ્યવસ્થિત મુકવાનું કહેતા આરોપી શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા ઇરાન સાથે ઝઘડો કરી ગળાના ભાગે છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા
આ દરમિયાન ઈરાનને ગંભીર ઇજા પહોંચી હોવાથી પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટયો હતો.આ અંગે એ ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરીયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ હાજર લોકોના નિવેદન આધારે ફરીદ સાઈચા અને ઈમ્તિયાઝ ભટ્ટીને ઝડપી લીધા હતા અને બન્ને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!