Saturday, October 5, 2024
HomeGujaratમોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. માં ઓગસ્ટ - ૨૦૨૧ પ્રવેશ સત્રમાં ખાલી રહેતી...

મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. માં ઓગસ્ટ – ૨૦૨૧ પ્રવેશ સત્રમાં ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ અંગેની સોનેરી તક

૨૪/૦૮ થી ૦૯/૦૯ સુધી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગસ્ટ – ૨૦૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે. જેમાં પ્રવેશ મેળવવા માટે તા-૨૪/૦૮/૨૦૨૧ ના રોજથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯/૦૯/૨૦૨૧ છે અને ભરેલા ફોર્મ આઈ.ટી.આઈ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ ૧૦/૦૯/૨૦૨૧ છે.

પ્રવેશવાંચ્છુ ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://ifiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ પરથી ભરી શકશે,અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ.૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી જરુરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી આઈ.ટી.આઈ. ખાતે રૂ.૫૦/- ફોર્મ/આઇ.ટી.આઈ. દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે.

જે ઉમેદવારોએ અગાઉ આઈ.ટી.આઈ. માં પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબધીત આઈ.ટી.આઈ ખાતે અરજી કરવાની રહેશે. આઈ.ટી.આઈ, ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે. ઉમેદવારે ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ પ્રયત્નનો દાખલો (Trial Certificate) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) આધાર કાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટો બેંક પાસબૂક (મરજીયાત) આવકનો દાખલો BPL (જો લાગુ પડતું હોય)

જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર, ૯૬૦૧૧૦૦૬૩૮ ૯૭૧૨૧૫૭૪૧૭ ઉપર સંપર્ક કરવા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!