Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં શહેરમાં કલેક્ટર બંગલા સામેથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબીમાં શહેરમાં કલેક્ટર બંગલા સામેથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબીમાં બાઈક ચોરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. અને તેવામાં મોરબી જિલ્લા કલેક્ટરનાં બંગલોની સામેથી બાઈક ઉઠાંતરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં જીવરાજપાર્ક એમ.એમ. સાયન્સ કોલેજ પાછળ ભડીયાદ રોડ પર રહેતા દેવજીભાઇ અનીલભાઇ સનાલીયા નામના યુવક પોતાનું GJ.03.HB.3433 નંબરનું બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક ગત તા.૨૮/૧૧/૨૦૨૨ ના રોજ કલેક્ટર બંગલા સામે શ્રી રામ ટેલીકોમ મોબાઇલની દુકાન પાસે પાર્ક કરી બહાર ગયો હતો. જ્યાં તેણે પરત આવી જોતા પોતાની બાઈક ત્યાં હાજર મળી ન આવતા તેણે આસપાસનાં વિસ્તારમાં જાત તપાસ કરી હતી. પરંતુ બાઈક નહિ મળતા આખરે તેણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!