Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં શ્રમિક યુવકને ચક્કર આવી પડી જતા સારવાર દરમિયાન મોત

મોરબીમાં શ્રમિક યુવકને ચક્કર આવી પડી જતા સારવાર દરમિયાન મોત

મોરબીમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકને ગઈકાલે કોઈ કારણોસર ચક્કર આવતા પોતાના ઘરે ધડાકાભેર નીચે પડ્યો હતો. જેના કારણે તેને માથાનાભાગે ઈજાઓ પણ પહોંચી હાંકતી. ત્યારે તેને સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના લગધીરપુર રોડ મેટ્રો વર્લ્ડ સીરામિક લેબર ક્વાર્ટરમા રહેતા મહારાજ પાતીરામ આદિવાસી નામના યુવક ગઈકાલે રાત્રીના પોતાના ઘરે હતા, ત્યારે કોઇ કારણોસર ચક્કર આવતા પડી જતા તેમને ગોપાલભાઇ માનસીંગ નામના શખ્સ મોરબી સરકારી દવાખાને સારવારમા લાવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેને લઇ મોરબી સરકારી હોસ્પિટલના ડો. જે.બી.પાંચોટીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!